એ હકીકત છે કે વ્યસ્ત રહેતા માતાપિતાને તેમના બાળકોના દરેક ભોજન માટે પોષણયુક્ત વાનગીઓનું આયોજન કરવું અને તૈયારી કરવી પડકારરૂપ લાગે છે. કાર્યસ્થળની જવાબદારીઓ અને ઘરના કામો વચ્ચે સંતુલન રાખવામાં તમને સર્જનાત્મક, સ્વાદિષ્ટ અને તંદુરસ્ત વાનગીઓ, જે બનાવવામાં સરળ હોય, તેના વિશે વિચારવાનો ખૂબ ઓછો સમય મળે છે. જો કે, વૃદ્ધિ પામતા બાળકોને તેમની ઊર્જા અને પોષણની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે, સંતુલિત મુખ્ય ભોજન અને નાસ્તાની જરૂર આખા દિવસ દરમિયાન પડે છે. તો, તમે શું કરો છો? અત્યારે જ બાળકો માટે આ તંદુરસ્ત ખોરાકની વાનગીઓ ટ્રાય કરો, જે તેમને બધા જરૂરી પોષક તત્વો પૂરી પાડશે અને સ્વાદિષ્ટ પણ છે.

બાળકો માટે બ્રેકફાસ્ટના આઈડિયા

આપણે બધા જાણીએ છીએ કે બ્રેકફાસ્ટ દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન છે, ખાસ કરીને બાળકો માટે, જો તમે ઇચ્છો કે તેઓ લાંબા કલાકો સુધી ઊર્જાસભર, જાગૃત અને ઉત્પાદક રહે. તેથી, અહીં નાના ચાલવા શીખતા બાળકના બ્રેકફાસ્ટ માટે તંદુરસ્ત ભારતીય વાનગીઓ છે:

પદ્ધતિ

  1. મીની નાચણી(રાગી) પેનકેક

    સામગ્રી

    1. 1/2 કપ નાચણી (રાગી / મલમ) લોટ
    2. 1 ટેબલ સ્પૂન બેસન
    3. 1/4 કપ ઝીણી સમારેલી ડુંગળી
    4. 2 ટેબલ સ્પૂન ઝીણી સમારેલા કોથમીર (ધનિયા)
    5. 1/4 ચમચી ફ્રૂટ સોલ્ટ;
    6. 2 1/2 ટેબલ સ્પૂન. તેલ ગ્રીસિંગ અને રસોઈ માટે

    સાથે પીરસવા માટે;

    હેલ્ધી નારિયેળ ચટણી

    પદ્ધતિ :

    • પહેલા ફ્રુટ સોલ્ટ સિવાય બધી સામગ્રી, 1 કપ પાણી સાથે, એક વાટકીમાં ભેગી કરો, અને સારી રીતે મિક્સ કરો.
    • હવે, તેમાં ફ્રુટ સોલ્ટ અને 2 ટેબલ સ્પૂન પાણી ઉમેરો.
    • એક નોનસ્ટિક મીની ઉત્તપમ પેનમાં તેલ ચોપડીને તેને ગરમ કરી લો.
    • દરેક મોલ્ડમાં 2 ચમચી લોટનું મિશ્રણ રેડો અને તેને ફેલાવો.
    • જ્યાં સુધી પેનકેક બંને બાજુથી બ્રાઉન ન થાય ત્યાં સુધી પકાવો.
    • ગરમા ગરમ પેનકેકને નારિયેળની ચટણી સાથે સર્વ કરો.
  2. ક્વિક વેજિટેબલ અપ્પે

    સામગ્રી

    1. 2 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી પાલક
    2. 2 ચમચી સમારેલી કોબી
    3. 1 કપ ઈડલી(લોટ)નું મિશ્રણ
    4. મીઠું સ્વાદ અનુસાર
    5. વનસ્પતિ તેલ ગ્રીસિંગ અને પકવવા માટે

    સાથે પીરસવા માટે;

    ટોમેટો કેચઅપ

    પદ્ધતિ :

    • બધી સામગ્રી ભેગી કરો અને સારી રીતે મિક્સ કરો.
    • હવે આ અપ્પે મોલ્ડને મીડિયમ આંચ પર ગરમ કરો અને તેને તેલથી બરાબર ગ્રીસ કરો.
    • દરેક મોલ્ડમાં ઈડલી(લોટ)નું મિશ્રણ ચમચી ભરીને રેડવું અને બંને બાજુઓ પર બદામી રંગના થાય ત્યાં સુધી અપ્પેને પકાવવા. અપ્પે બળી ના જાય તેના માટે બંને બાજુએ ફેરવતા રહો.
    • અપ્પેને સહેજ ઠંડા કરી અને કેચઅપ સાથે નાસ્તા માટે અથવા ટિફિન બોક્સમાં અલગથી પેક કરીને આપો.
  3. બનાના રોલ્ડ ઓટ્સ

    સામગ્રી

    1. 1/2 કપ સમારેલા સફરજન
    2. 1/4 કપ સમારેલા કેળા
    3. 1/2 કપ પલાળેલા અને રાંધેલા રોલ કરેલ ઓટ્સ
    4. 2 ચમચી - સફરજનનો સોસ
    5. 1/2 કપ બદામનું દૂધ
    6. 1/4 કપ વેનીલા એસેન્સ
    7. 2 ચમચી સમારેલા અખરોટ

    પદ્ધતિ

    • કેળા, સફરજન અને અખરોટ સિવાયની તમામ સામગ્રીઓ એક વાટકીમાં મિક્સ કરી દો.
    • મિશ્રણને બાઉલમાં પીરસો અને ઉપરથી સફરજન કેળા અને અખરોટ ભભરાવો. 
    • તરત જ પીરસો અથવા પીરસતાં પહેલાં બે કલાક માટે રેફ્રિજરેટરમાં ઠંડુ કરવા મૂકો.
  4. બદામ બનાના સ્મૂદી

    સામગ્રી

    1. 4 ટેબલ સ્પૂન બદામની છાલ ઉતારીને તેને શેકી લો
    2. 1 કપ ઝીણા સમારેલા કેળા
    3. 1 1/2 કપ ઠંડુ દૂધ
    4. 2 ટેબલ સ્પૂન ખાંડ
    5. 1 1/2 ટેબલ સ્પૂન. વેનીલા એસેન્સ
    6. બરફના ટુકડા

    પદ્ધતિ

    • બદામ, કેળા, અને 1/2 કપ દૂધને મિક્સ કરો અને બ્લેન્ડરથી સ્મુધ મિશ્રણ બનાવો.
    • ખાંડ, બાકીનું દૂધ અને બરફના ટુકડા ઉમેરો અને ફરીથી મિક્સ કરો.
    • એક મોટા ગ્લાસમાં રેડો અને તરત જ પીરસો
  5. ગાજર લીલા વટાણાની ક્રીમી સેન્ડવીચ

    સામગ્રી

    1. 3/4 કપ ખમણેલું ગાજર
    2. 1/2 કપ બાફેલા અને અધકચરા મસળેલા લીલા વટાણા
    3. 1/2 કપ ચીઝ સ્પ્રેડ
    4. મીઠું - સ્વાદ અનુસાર

    પદ્ધતિ

    • સ્ટફિંગના ચાર સરખા ભાગ કરો
    • 2 બ્રેડ સ્લાઇસને ટોસ્ટ કરો અને સ્વચ્છ સપાટી પર રાખો.
    • 1 બ્રેડ સ્લાઇસ પર સ્ટફિંગ ફેલાવો અને બીજી સ્લાઈસથી તેના ઉપર કવર કરો .
    • સેન્ડવીચ ત્રાસી કાપો.
    • તરત જ પીરસો.

બાળકોના લંચ અથવા ડિનર માટે આઈડિયા 

બ્રેકફાસ્ટ કર્યા પછી, બપોરનું ભોજન એ દિવસનું બીજું સૌથી મહત્વપૂર્ણ ભોજન છે. જો કે, તે પેટ ભરાય તેવું હોવું જોઈએ - છતાં ખૂબ ભારે ન હોવું જોઈએ. તેથી, જો તમે લંચ દરમિયાન સ્વાદિષ્ટ અને પોષક ખોરાકનું ભોજન આપવા માંગો છો, તો અહીં કેટલીક વાનગીઓ છે.

  1. રાજમા ચાવલ

    સામગ્રી

    1. 1/2 કપ રાજમા આખી રાત પલાળી રાખો
    2. 3 કપ રાંધેલા ચોખા
    3. 1 ચમચી તેલ
    4. 1/2 ચમચી જીરું
    5. 1/4 ચમચી હિંગ
    6. 1/2 કપ ડુંગળીની સ્લાઇસ
    7. 1/2 ચમચી આદુ-લસણની પેસ્ટ
    8. 1/2 કપ સમારેલા ટામેટાં
    9. 1/4 ચમચી હળદર
    10. 1/2 ચમચી મરચું પાવડર
    11. 1/2 ચમચી ધાણાજીરા પાઉડર
    12. મીઠું - સ્વાદ અનુસાર
    13. તાજી સમારેલી કોથમીરથી ગાર્નિશિંગ કરીને પીરસો

    પદ્ધતિ

    • પ્રેશર કુકરમાં તેલ ગરમ કરો. તેમાં હિંગ અને જીરું ઉમેરો. મધ્યમ તાપે થોડી સેકન્ડ સાંતળો 
    • હવે તેમાં ડુંગળી અને આદુ લસણની પેસ્ટ ઉમેરો અને 2-3 મિનિટ સુધી સાંતળો.
    • હવે તેમાં ટામેટા, હળદર, મરચું, ધાણાજીરું પાવડર, મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો. મધ્યમ તાપે પકવો અને તેને હલાવતા રહો
    • હવે તેમાં રાજમા,1 કપ પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.
    • પ્રેશર કુકરમાં તમે 4-5 સીટી આવે ત્યાં સુધી થવા દો
    • ઢાંકણ ખોલતા પહેલા થોડો સમય રાહ જુઓ.
    • રાંધેલા ચોખા મિશ્રણમાં ઉમેરી દો અને ફરીથી મધ્યમ તાપે બે ત્રણ મિનિટ પકાવો
    • તાજી સમારેલી કોથમીરથી ગાર્નિશિંગ કરીને પીરસો 
  2. એગ પરાઠા

    પરાંઠા માટે સામગ્રી

    1. 3/4 કપ ઘઉંનો લોટ
    2. 1/2 ચમચી કેરમ સીડ્સ (અજમા)
    3. મીઠું સ્વાદ અનુસાર
    4. 1/2 ચમચી ઘી
    5. 1 મોટો ચમચો રસોઈ માટે તેલ

    ઇંડાના મિશ્રણ માટે સામગ્રી

    1. 3 ઇંડા
    2. 1/4 કપ ઝીણી સમારેલી ડુંગળી
    3. 1/4 કપ ઝીણા સમારેલા ટામેટાં
    4. 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર

    પરાંઠા બનાવવાની રીત

    • બધી સામગ્રી ભેગી કરીને નરમ લોટ બાંધો 
    • લોટના 2 સરખા ભાગ કરો 
    • એક ભાગમાંથી 6 ઇંચ વ્યાસવાળું વર્તુળ બનાવો અને તેના ઉપર 1/4 ચમચી ઘી સમાનરૂપે ફેલાવો.
    • પરાંઠાને તવા પર શેકી લો, તેમાં થોડું તેલ લગાવીને શેકો.
    • આ રીતે વધુ પરાઠા બનાવીને એક બાજુ મૂકી દો.

    ઇંડા તૈયાર કરવા માટેની પદ્ધતિ

    • બધી સામગ્રી ભેગી કરીને સાથે ઇંડા મિક્સ કરો અને સારી રીતે ફેટો.
    • હવે એક નૉન સ્ટિક પેનને ગરમ કરો અને તેને તેલથી ગ્રીસ કરો.
    • તેના પર અડધા ઈંડાનુ મિશ્રણ રેડો
    • તેના પર પરાંઠા મૂકો અને તેને હલકે હાથે દબાવો. તેને બરાબર શેકી લો.
    • એક છરી અથવા કટરનો ઉપયોગ કરીને 4 સરખા ભાગોમાં કાપો.
    • આવા વધુ પરાંઠા તૈયાર કરવા માટે આ પગલાંઓ પુનરાવર્તન કરો.
    • ગરમાગરમ પીરસો. .
  3. પાલક મશરૂમનુ શાક

    સામગ્રી

    1. 6 કપ સમારેલી પાલક
    2. 2 કપ મોટા સમારેલા મશરૂમ
    3. 2 ચમચી તેલ
    4. 1 ચમચી જીરું
    5. 2 લવિંગ
    6. 1 તેજ પત્તા
    7. 1 ચમચી લસણની પેસ્ટ
    8. 1/2 આદુની પેસ્ટ
    9. 1/2 ચમચી લીલા મરચાની પેસ્ટ
    10. 1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી
    11. 1/4 કપ ઝીણા સમારેલા ટામેટાં
    12. 1/2 ચમચી કસૂરી મેથી
    13. 1 ચમચી ગરમ મસાલો
    14. 1 ચમચી મરચું પાવડર
    15. 1 ચમચી ધાણાજીરા પાઉડર
    16. મીઠું સ્વાદ અનુસાર
    17. 1 ચમચી તાજુ ક્રીમ

    પદ્ધતિ

    • 4 કપ પાણીને પેનમાં ઉકાળો તેમાં પાલક નાખી બે ત્રણ મિનિટ માટે મધ્યમ તાપે પકાવો 
    • પાલકમાંથી પાણી કાઢીને ઠંડુ થવા દો
    • તેની બ્લેન્ડરમાં સ્મૂધ પેસ્ટ બનાવો
    • બીજા એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં જીરું, લવિંગ, તેજ પત્તા, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરો 
    • ડુંગળી ઉમેરો અને લગભગ 2 મિનિટ માટે મધ્યમ તાપે સાતળો.
    • ટામેટાં ઉમેરો અને 1-2 મિનિટ માટે નરમ ના થાય ત્યાં સુધી તેને સાંતળો.
    • મશરૂમ્સ ઉમેરો અને 1-2 મિનિટ માટે મધ્યમ તાપે સાતળો.
    • હવે તેમાં પાલકનું મિશ્રણ, કસૂરી મેથી, ગરમ મસાલો, મરચું પાવડર, ધાણા-જીરું પાવડર અને મીઠું ઉમેરી મિક્સ કરો.
    • સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર 2-3 મિનિટ માટે પકાવો.
    • તાજુ ક્રીમ ઉમેરો, સારી રીતે મિક્સ કરો, અને લગભગ 1 મિનિટ માટે મધ્યમ તાપે પકાવો, થોડું થોડું હલાવતા રહો
    • ગરમાગરમ પીરસો.
  4. ચીઝ બેકડ ઝૂકીની ફ્રાઈસ

    સામગ્રી

    1. 1/2 કપ પરમેસન ચીઝ પાવડર
    2. 2 કપ લાંબી સમારેલી ઝૂકીની
    3. 1/2 કપ બ્રેડ ક્રમ્સ
    4. 1/2 ચમચી કાળા મરી
    5. 1/2 કપ સાદો લોટ
    6. 1/2 કપ દૂધ

    પદ્ધતિ

    • બ્રેડ ક્રમ્સ, ચીઝ પાવડર, મરી પાવડર, અને મીઠું એક બાઉલમાં ભેગા કરો અને સારી રીતે મિક્સ દો.
    • દરેક લાંબી સમારેલી ઝૂકીનીને મિશ્રણમાં ડુબાડીને, પછી દૂધ, અને પછી બ્રેડ ક્રમ્સમાં, સારી રીતે કોટ કરો.
    • તેને બટર પેપર પર મૂકીને બેકિંગ ટ્રે માં મૂકો.
    • તેને 25 મિનિટ માટે 200 ડિગ્રી તાપમાન પર પ્રિહિટેડ ઓવનમાં શેકવામાં આવે છે
    • કોઈપણ હોમમેઇડ ચટણી અથવા કેચઅપ સાથે ગરમ પીરસો.
  5. વેજીટેબલ ચપાટી રોલ

    સામગ્રી

    1. 8 ચપાટી
    2. 1/4 કપ ઝીણી સમારેલી કાકડી
    3. 1/4 બી નીકાળેલા ઝીણા સમારેલા ટામેટાં
    4. 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર
    5. 1/4 કપ ખમણેલું ગાજર
    6. 1/4 કપ ઝીણા સમારેલા કેપ્સિકમ
    7. 1/2 કપ કાપલી લેટીસ
    8. 1/4 કપ બારીક સમારેલી લીલીડુંગળી
    9. 2 ચમચી મેયોનેઝ
    10. 2 ચમચી ચીઝ સ્પ્રેડ
    11. મીઠું સ્વાદ અનુસાર

    પદ્ધતિ

    • સ્ટફિંગ બનાવવા માટે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો.
    • સ્ટફિંગને 8 સમાન ભાગોમાં વિભાજીત કરો.
    • સ્વચ્છ સપાટી પર એક ચપાટી મૂકો અને તેના પર મરચાની ચટણી ફેલાવો.
    • એક બાજુ પર સ્ટફિંગ મૂકો અને ચપાટી રોલ કરો.
    • વધુ રોલ્સ બનાવવા માટે આ પગલાંઓનું પુનરાવર્તન કરો.

બાળકો માટે નાસ્તાની યુકિતઓ

મુખ્ય ભોજન વચ્ચે, તમારે હલકો અને તંદુરસ્ત નાસ્તો આપવો જોઈએ જે બાળકના પોષણમાં વધઘટનું સેવન કરી શકે છે આ માટેની કેટલીક વાનગીઓ નીચે મુજબ છે

  1. ચીઝ ચીલી ફ્રિસબીઝ

    સામગ્રી

    1. 2 1/2 ખમણેલા ચીઝ ક્યુબ્સ
    2. 1/2 કપ ઘઉંનો લોટ
    3. 1/2 ચમચી કાળા તલ
    4. 1/4 ચમચી મરચું પાવડર
    5. 2 ચમચી ઘઉંની થૂલી
    6. મીઠું સ્વાદ અનુસાર
    7. 1 ચમચી તેલ

    પદ્ધતિ

    • બધી સામગ્રી ભેગી કરીને થોડોક નક્કર લોટ બાંધો
    • લોટના છ સરખા ભાગ કરો અને તેમાંથી 4 ઇંચના ડાયામીટરની ચપાટી બનાવો
    • એક તવાને ગરમ કરો અને તેમાં તેલ લગાવીને ચપાતીને શેકો.
    • તેને ઠંડી કરી અને હવાચુસ્ત કન્ટેનરમાં સ્ટોર કરો.
  2. બનાના અખરોટ મફિન્સ

    સામગ્રી

    1. 1 કપ બટર
    2. 1 કપ ખાંડ
    3. 2 કેળા
    4. 1/2 કપ ઝીણા સમારેલા અખરોટ
    5. 1 કપ સાદો લોટ
    6. 1/2 ચમચી બેકિંગ સોડા
    7. 1/2 ચમચી બેકિંગ પાવડર
    8. 1/2 ચમચી મીઠું
    9. 1/2 ચમચી વેનીલા એસેન્સ
    10. 3 ચમચી દૂધ
    11. બટર મફિન મોલ્ડ્સ ગ્રીસ કરવા માટે

    પદ્ધતિ

    • બટરથી  મફિન મોલ્ડ્સને ગ્રીસ કરો.
    • ઓવનને 200 ડિગ્રી સેન્ટિગ્રેડ પર પ્રિહિટ કરો
    • બેકિંગ પાવડર અને લોટને ચારણીમાં ચાળીને મિક્સ કરો 
    • બટર ઉમેરો અને બધું મિશ્રણ કરો ત્યાં સુધી ફેંટો જ્યાં સુધી તે ફ્લફીના થઈ જાય.
    • હવે કેળાને છીણી લો અને તેને આ મિશ્રણમાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
    • વેનીલા એસેન્સ, અખરોટ અને ફેટેલા લોટને મિક્સ કરી લો.
    • બેટર જેવી સુસંગતતા મેળવવા માટે દૂધ ઉમેરો.
    • બે ચમચી બટર દરેક મોલ્ડ માં નાખો.
    • ઓવનમાં ટ્રે મૂકો અને 20-25 મિનિટ માટે બેક કરો.
    • ટ્રેમાંથી મફિન્સને કાઢીને પ્લેટમાં મૂકો

આ લેખમાં ઉલ્લેખિત વાનગીઓ હવે તમે સરળતાથી દરેક મુખ્ય ભોજન અને નાસ્તા માટે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકો છો કાર્બોહાઈડ્રેટ અને તંદુરસ્ત ચરબીથી વિટામિન્સ, ખનિજો અને પ્રોટીન સુધી, તમારા ટોડલરને ઊર્જાસભર રહેવાની અને સારી રીતે વધવાની જરૂર છે, તે તમામ મેક્રો અને માઇક્રોન્યુટ્રિઅન્ટ્સનો આ વાનગીઓમાં સમાવેશ થાય છે

હેપ્પી ગ્રોથ અને દૂધ પીવા થી થતા વિકાસ વિશે વધુ જાણવા માટે https://www.nestle.in/brands/nestle-lactogrow ની મુલાકાત લો

તમારા બાળક માટે વૃદ્ધિ અને શક્યતાઓ વિશે વધુ જાણવા માટે   www.nangrow.in ની મુલાકાત લો

તમારા બાળકના આહારમાં સામેલ કરવા માટે પોષણયુક્ત ઠોસ આહારની પસંદગી વિશે વધુ જાણવા માટે, www.ceregrow.in ની મુલાકાત લો