કુરકુરા, સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને બહુમુખી, ગાજરનો ઉપયોગ ભારતમાં ઘણી મીઠી અને સ્વાદિષ્ટ વાનગીઓમાં વ્યાપકપણે થાય છે. એક વનસ્પતિ તરીકે, ગાજર મૂળ અથવા કંદ પરિવાર સાથે સંબંધિત છે. તે બીટા-કેરોટિન, ફાઇબર, વિટામિન કે, પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે. ગાજરમાં રહેલ બીટા કેરોટિન વિટામિન A માં પરિવર્તિત થાય છે જે તમારા બાળકની આંખો માટે સારા હોય છે. ગાજરમાં પાણીની માત્રા 86-95% સુધીની હોય છે અને શાકભાજીમાં આશરે 10% કાર્બોહાઈડ્રેટ હોય છે. ચરબી અને પ્રોટીન થોડા પ્રમાણમાં હોય છે. તેથી, નાના ચાલવા શીખતા બાળકો માટે ગાજરનો નાસ્તો હેલ્ધી, પેટ ભરાય તેવો અને સ્વાદિષ્ટ છે.
હવે, ગાજરને બાફીને અથવા કાચા ખાઈ શકાય છે. પરંતુ ખાતરી કરો કે તે વધારે પડતા કુક ના થઈ જાય, જેથી સ્વાદને અને પોષક તત્ત્વો શક્ય તેટલા જાળવી શકાય.
ગાજરની ખીર
સામગ્રી: ગાજર, દૂધ, ખાંડ, પલાળેલી બદામ અને એલચી પાવડર.
તૈયારી માટે પદ્ધતિ
- ગાજરની છાલ કાઢીને નાના ટુકડા કરો. પછી તેને બાફીને પીસી લો
- એક પેનમાં, દૂધને જ્યાં સુધી 3/4 ભાગ ઘટતો નથી ત્યાં સુધી ગરમ કરો.
- ગરમ થતા દૂધમાં પીસીલા ગાજર, ખાંડ, એલચી પાવડર અને બદામ ઉમેરો. ખાંડ યોગ્ય રીતે ઓગળે ત્યાં સુધી પકાવો (તે લગભગ 15-20 મિનિટ લેશે).
- મિશ્રણ જાડું થઈ જાય એટલે ખીરને તમારા બાળકની પસંદગી પ્રમાણે ગરમ કે ઠંડુ સર્વ કરો.
રોસ્ટેડ બેબી કેરેટ ફ્રાય
આ રેસીપી એક વધારાની વાનગી છે જે ફ્રેશ હર્બ અને સમારેલા લસણના મિશ્રણનો બરાબર ઉપયોગ કરે છે. આ વાનગી ગરમ અથવા ઠંડી સર્વ કરી શકાય છે. નાના ચાલવા શીખતા બાળકો માટે આ ગાજર ફ્રાઈસ તેમને વિટામિન A અને ફાઇબર પ્રદાન કરવા માટેની એક સરસ રીત છે.
સામગ્રી: ઓલિવ ઓઇલ, લીંબુનો રસ (તાજો નીકાળેલો), તાજા બેસીલ(ઝીણા સમારેલા), પાર્સલે(ઝીણા સમારેલા), લવિંગ, મીઠું, કાળા મરી પાવડર અને બેબી ગાજર (ઉપરના ભાગને દૂર કરો અને સારી રીતે સાફ કરો).
તૈયારી માટે પદ્ધતિ
- ઓવનને 425 ડિગ્રી સેલ્સિયસ પર પ્રિહિટ કરો.
- તેલ, લીંબુનો રસ, બેસીલ, પાર્સલે અને લસણને મિક્સ કરો, એક વાટકીમાં, સ્વાદ મુજબ મીઠું અને મરી ઉમેરો.
- બેકિંગ સીટ ઉપર ગાજરનું એક લેયર બનાવો. બાકીનું તેલ, મીઠું અને મરી ઉમેરો, સારી રીતે મિક્સ કરો.
- ગાજરને થોડી થોડી વારે ફેરવીને 30 થી 35 મિનિટ સુધી શેકો જ્યાં સુધી તેઓ નરમ અને હલકા કારામેલાઇઝ્ડ ન થાય ત્યાં સુધી ચાલુ રાખો.
- ગાજર અને ડ્રેસિંગ સંપૂર્ણપણે મિક્સ કરવામાં આવે છે. વીસ મિનિટ માટે છોડી દો, અને પછી સર્વ કરો.
ગાજર ડોસા
ગાજર ડોસા એક ક્રેપ અથવા પેનકેક જેવી વાનગી છે, જેમાં ચોખાનો લોટ અને ખમણેલું ગાજર હોય છે. તે બરાબર પેટ ભરીને ખાઈ શકાય તેવો અને હેલ્ધી નાસ્તો છે. ડોસા તૈયાર કરવામાં સરળ છે અને તમે ભોજનની પૌષ્ટિકતા વધારવા માટે ખમણેલું નારિયેળ પણ ઉમેરી શકો છો.
સામગ્રી: ખમણેલું ગાજર, ચોખાનો લોટ (ચાવલ આટા), ખમણેલું નારિયેળ, ખાંડ, બારીક સમારેલા મરચા, દહીં, મીઠું અને તેલ.
તૈયારી માટે પદ્ધતિ
- એક ઊંડા વાટકામાં, પાણીમાં બધી જ સામગ્રી મિક્સ કરો, અને પ્રવાહી સુસંગતતા બનાવવા માટે સામગ્રીને યોગ્ય રીતે મિક્સ કરો.
- હવે એક નૉન સ્ટિક પેન લો અને તેના પર સમાનરૂપે તેલ લગાવો.
- તવા પર એક મોટો ચમચો ભરીને લોટ નાંખો અને તેને એક વર્તુળની જેમ ફેલાવો.
- મધ્યમ આંચ પર ડોસાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
- તેને લીલા મરચા અથવા નાળિયેરની ચટણી સાથે સર્વ કરો.
ગાજર આદુ સૂપ
આ સૂપ એક સ્વાદિષ્ટ મીઠો સ્વાદ ધરાવે છે, જેમાં આદુ ગરમ સ્પર્શ આપે છે. તે એક ક્રીમી પ્રકાર ધરાવે છે અને તેને જાડુ કરવા માટે કોઈ બીજી સામગ્રીની જરૂર નથી
આ રેસીપી પણ નાના બાળકો માટે આદર્શ ગાજરનો નાસ્તો છે, પરંતુ સુપને ઓછું મસાલેદાર બનાવવા માટે, તમે મરી અને આદુ ઉમેરવાનું ટાળી શકો છો.
સામગ્રી: ગાજર, આદુ અને મીઠું;.
તૈયારી માટે પદ્ધતિ
- ગાજર સાફ કરીને છાલ ઉતારી અને નાના ટુકડા કરવા આદુ અને ડુંગળીના પણ ટુકડા કરી લેવા
- એક પેનમાં ઓલિવ ઓઈલ નાખો, અને સમારેલી ડુંગળી નરમ અને પારદર્શક બની જાય ત્યાં સુધી સાંતળો.
- લસણ ઉમેરો અને સાંતળો (સમારેલું) જ્યાં સુધી આદુની કાચી ગંધ દૂર ન થઈ જાય. આ મિશ્રણમાં ગાજર ઉમેરો અને સ્વાદ અનુસાર મીઠું નાખો.
- ગાજરને સાંતળો અને બરાબર હલાવતા રહો એક કપ ગરમ પાણી નાખો.
- ઢાંકણ સાથે, પેનને ઢાંકી દો, અને તેને ઓછા અથવા મધ્યમ તાપ પર જ્યાં સુધી ગાજર ચડી ના જાય અથવા નરમ અને પોચા બની જાય ત્યાં સુધી રાખો. ગાજર સોફ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
- આ મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાં બધુ ઉમેરી મિક્સ કરી લો. એક સરળ પીણું તૈયાર કરવા માટે, 1/2 કપ પાણી ઉમેરો.
- તે પછી, એક પેનમાં ગાજરની પ્યુરીનું મિશ્રણ ઉમેરવાનું છે. જરૂરી સુસંગતતા પર આધાર રાખીને, વધુ પાણી ઉમેરો અને યોગ્ય રીતે મિશ્રણ કરો. થોડા સમય માટે પાકવા દો
- છેલ્લે, સ્વાદ માટે, જો તમારું બાળક મસાલેદાર વાનગીઓ સહન કરી શકે, તો કેટલાક કાળા મરીના પાવડરનો છંટકાવ કરો.
- સુપને બાઉલમાં કાઢીને ઉપરથી પાર્સલે અથવા કોથમીર ભભરાવો.
ઉપર જણાવેલી ગાજરની વાનગીઓ તૈયાર કરવા માટે સરળ છે અને તે ખૂબ સમય લેશે નહીં. તમારે વધુ તેલ કે ખાંડનો ઉપયોગ કરવાની જરૂર નથી, અને તેથી, આ વાનગીઓનું પોષણ મૂલ્ય પણ વધારે રહેશે.